વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ
ભુજ,તા-૧૯ ફેબ્રુઆરી : ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૫ – વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના અનુસંધાને ” માતૃભાષા મહોત્સવ-૨૦૨૫” અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યૂટ ભુજના સંયુક્ત ઉપક્રમે શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યૂટના સભાગૃહમાં કચ્છી ભાષા સંવર્ધન હેતુ કચ્છી વક્તાઓના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છી ભાષામાં વ્યાખ્યાન દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના IQAC ડિરેક્ટર અને અંગ્રેજી વિભાગના પ્રો. ડૉ. કાશ્મીરા મહેતાએ “કચ્છી માતૃભાષામાં માતૃભૂમિને વંદન કરતું પદ્ય સાહિત્ય” તેમજ શ્રી જયંતિ જોષી ‘શબાબ’ એ “પ્રકમા, કચ્છી કાવ-કુંભજી!” ના વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાર્થિનીઓને ભાષા ગૌરવ અને ઈતિહાસનો કાવ્ય સાહિત્યમાં ઉલ્લેખ વિષે રસપ્રદ રજૂઆત વ્યાખ્યાન દ્વારા સાંભળવા મળી હતી.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અગ્રણી અને મંત્રીશ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટ્યૂટશ્રી પ્રવીણભાઈ પિંડોરિયા રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મોહન પટેલ એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમ કાર્યક્રમના સંયોજક અને કોલેજના પ્રા. પૂજાબેન જોષીએ જણાવ્યું છે.