ARAVALLIGUJARATMODASA

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025 :- GST અને સ્વદેશી અભિયાનને વેગ આપવા પશુપાલકો અને સહકારી મંડળીઓનો આભાર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025 :- GST અને સ્વદેશી અભિયાનને વેગ આપવા પશુપાલકો અને સહકારી મંડળીઓનો આભાર

અરવલ્લી જિલ્લાના પશુપાલકો તથા સહકારી મંડળીના સભ્યોએ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 ના ઉપલક્ષ્યમાં GST અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા લેવાયેલા હિતલક્ષી નિર્ણયોની સરાહના કરી છે. આ નિર્ણયોના સમર્થનમાં, બંને જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોએ પોસ્ટકાર્ડ લખીને માન. વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ પોસ્ટકાર્ડ વિતરણનું કાર્ય ધનસુરા શાખા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જે સહકારી ચળવળના સમર્પણ અને ઉત્સાહનું પ્રતીક છે.જેમાં ધી બડોદરા સેવા મંડળી તા.મોડાસા, ધી મેઢાસણ સેવા મંડળી તા.મોડાસા,ટીંટોઈ સેવા મંડળી દ્વારા પોસ્ટકાર્ડ લખવાની કામગીરી કરવામાં આવી.

બાયડ FLC સેન્ટર ખાતે “સહકારથી સમૃદ્ધિ” અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ (IYC) ને લગતી એક બેઠક યોજાઈ, જેમાં પોસ્ટકાર્ડ વિતરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં સહકારી મંડળીઓના સભ્યો અને પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વદેશી અભિયાનને ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. માલપુર તાલુકાની તમામ સેવા મંડળીઓને આપેલા લક્ષ્યાંક મુજબ પોસ્ટકાર્ડ લખવા માટેનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મેઘરજ તાલુકામાં પણ કામગીરી કરવામાં આવી અને માલપુર FLC ખાતે તાલુકાની તમામ શાખાઓના કર્મચારીઓએ સામૂહિક રીતે ભેગા થઈને પોસ્ટકાર્ડ લેખનનું કાર્ય શરૂ કર્યું છે, જે સહકારી ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.આ ઉપરાંત, ભિલોડા ખાતે પણ આ અભિયાનને લગતી કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. આ પ્રયાસો દ્વારા સહકારી સંસ્થાઓ અને પશુપાલકો દેશના આર્થિક વિકાસ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ અભિયાન આભારની લાગણી વ્યક્ત કરવા સાથે એકતાને પણ ઉજાગર કરે છે.આ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા અરવલ્લી જિલ્લાના સહકારી સભ્યો અને પશુપાલકોએ માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના વિકાસ અને સમૃદ્ધિ માટેના પ્રયાસોને બિરદાવ્યા છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025 ની ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યો છે, જે સહકારી ક્ષેત્રની ભૂમિકાને વધુ મજબૂત કરશે.

Back to top button
error: Content is protected !!