થરા પોલીસ દ્વારા ટુ વ્હીલર્સ ઉપર સેફ્ટી ગાર્ડ લગાવ્યા..
થરા પોલીસ દ્વારા ટુ વ્હીલર્સ ઉપર સેફ્ટી ગાર્ડ લગાવ્યા..

થરા પોલીસ દ્વારા ટુ વ્હીલર્સ ઉપર સેફ્ટી ગાર્ડ લગાવ્યા..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં ટુ વ્હીલર્સ વાહનો આગળના ભાગે ઉપર થરા પીઆઈ કે.બી.દેસાઈના માર્ગદર્શન હેઠળ થરા પીએસઆઈ ડી.કે.ચૌધરી સહીત પોલીસ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક અંતર્ગત “રાષ્ટ્રીય માર્ગ સલામતી”ની ઉજવણી કરવામાં આવી હતી.પોલીસ સ્ટેશન સામે ટુ વ્હીલર્સ ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામા આવ્યા હતા.ઉત્તરાયણમાં પતંગની દોરી થી કોઈ ઘાયલ ન થાય તે માટે જાગૃતિની સાથે થરાના નાગરિકો ના ટુ વ્હીલર વાહનો ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ થરા નગરમાં હાઈવે,ચોર્યાસી વિસ્તાર,ટોટાણા રોડ સહીત દરેક સ્થળે પતંગના દરેક જથ્થાબંધ વહેપારી ને ત્યાં અને સ્ટોલ ઉપર ચાઈના દોરીની તપાસ કરવામાં આવી હતી. વેચાણકારોને ચાઈના દોરી તેમજ ટુક્કલ ના વેચવા માટે કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




