
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લના શણગાલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે “પિયરએજ્યુકેટર” તાલીમ યોજાઈ.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર-શણગાલ તાલુકા-મેઘરજ ખાતે “પિયરએજ્યુકેટર” તાલીમ યોજાઈ. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને આરસીએચઓ અરવલ્લીનાં દિશા સુચન અન્વયે મેઘરજ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-શણગાલ ખાતેડૉ.એ.એ.બલાત ટીએચઓ-મેઘરજ અને ડૉ.જોય મેડીકલ ઓફિસર-શણગાલના માર્ગદર્શન હેઠળ પીયર એજ્યુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં કિશોર-કિશોરીઓને સ્વાસ્થ્ય સુખાકારી અર્થે આર.કે.એસ.કે. કાઉંન્સેલર મેહુલ પરમાર અને SBCC ટીમ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
પીયર એજ્યુકેટર્સની ભૂમિકા, એનિમિયા, આર.ટી.આઇ/એસ.ટી.આઇ, માનસિક સ્વાસ્થ્ય, વ્યસન, શરીરમાં થતા શારીરિક,માનસિક અને ભાવાત્મક ફેરફારો, તરુણાવસ્થા દરમિયાન થતી મૂંઝવણો, માસિકચક્ર, માસિક ધર્મ વખતે રાખવાની સ્વચ્છતા અને વપરાશમાં લેવાતી સામગ્રી અને તેનો યોગ્ય નિકાલ, યોગ-વ્યાયામ, એચ.આઇ.વી./એડ્સના કારણો, લક્ષણો, અટકાયત, રોડ સેફ્ટી અને ઈંજરી આરોગ્યપ્રદ જીવનશૈલી જેવા જરૂરી વિષયો પર વિશેષ માર્ગદર્શન આપ્યું. પીયર એજ્યુકેટરને પ્રોત્સાહન રૂપે ટોપી, ટીશર્ટ,પાણીની બોટલ,કાચનો મગ,પેન, પીયર ડાયરી,પોષણ ચાર્ટ આપી હેલ્ધી નાસ્તો કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તાલીમમાં શણગાલ આરોગ્ય કેન્દ્રનાં તમામ સીએચઓ, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર,એમપીએચડબલ્યુ, શિક્ષક,આશા બહેનો હાજર રહ્યા હતા.





