થરામા આઈકોનીક રોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
થરામા આઈકોનીક રોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

થરામા આઈકોનીક રોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલની બાજુમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,મહા મંત્રી રસીકજી ઠાકોર,પૂર્વ મહા મંત્રી ભારતસિંહ ભટેસરીયા, થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ ચેતનાબેન સોની,પૂર્વપ્રમુખ વસંતજી ઘાંઘોસ,કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોષી,પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર, સોમાજી જગાણી સહીત કોર્પોરેટરોના વરદ હસ્તે શાસ્ત્રી વિજયભાઈ કાંતિભાઈ જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.થરા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.-૮૮,વર્ષ ૨૦૨૫/ ૨૦૨૬ ગ્રાન્ટમાંથી થરા રેફરલ હોસ્પિટલ થી પાવાપુરી સોસાયટી ના ગેટ સુધી આઈકોનીક રોડનું કામ તેમજ થરા નેશનલ હાઈવે થી જામપુર રોડ ઉગમણા વાસ પ્રાથમિક શાળા સુધી આરસીસી રોડનું કામ જે બંને કુલ રકમ ૩ કરોડ ૨૭ લાખ ખર્ચે થનાર છે જેનું ખાતમુહૂર્ત ૧૪ મી માર્ચ ૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ જે રોડનું નામ મહારાણા પ્રતાપ માર્ગ નામ કરણ કરવામાં આવેલ છે.તેમ પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




