થરામા થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો..
પ્રથમ પાટોત્સવ નિમિત્તે ગં.સ્વ. ચંપાબેન કેશાભાઈ પ્રજાપતિ પરિવારના મુખ્ય યજમાન પદે શાસ્ત્રીજી નરેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે

થરામા થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરવામા આવેલ થોડા વર્ષો બાદ નાનું મઢ બનાવેલ નાના મઢમાંથી મોટુ મંદિર બનાવી કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજી સહીત પાલખના દેવી દેવતાઓ ની ફોટો પ્રાણપ્રતિષ્ઠાને આજે એક વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવ નિમિત્તે ગં.સ્વ. ચંપાબેન કેશાભાઈ પ્રજાપતિ પરિવારના મુખ્ય યજમાન પદે શાસ્ત્રીજી નરેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સંવત ૨૦૮૨ ના માગસરસુદ-૪ને સોમવાર તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ સવારે શ્રીબ્રહ્માણી માતાજી ના ભુવાજી નરસિંહભાઈ પ્રજાપતિ નાથપુરા,ભુવાજી કેશાભાઈ પ્રજાપતિ,ભુવાજી સોમાભાઈ પ્રજાપતિ,ભુવાજી દાનાભાઈ પ્રજાપતિ,ભુવાજી દિનેશભાઈ પ્રજાપતિ,કચેરી અધિક્ષક,કચેરી-નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કચેરી મહેસાણા મહેશભાઈ પ્રજાપતિ,નગર પાલિકા ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,થરા શહેર ભાજપ મંત્રી રમેશભાઈ પ્રજાપતિ સહીત થરેચા પરિવારની ઉપસ્થિતિમા યજ્ઞ યોજાયો હતો. ત્યારે શ્રી બ્રહ્માણી માતાજીની ધજા લક્ષ્મણભાઈ દેવશીભાઈ, શ્રી ખોડિયાર માતાજીની ધજા અમરતભાઈ નારણભાઈ,શ્રી સિકોતર માતાજીની ધજાના રૂપશીભાઈ મગનભાઈ,મંદિર ઉપરની ધજા અરજણભાઈ છગનભાઈ,આરતીનો ચડાવો ગોરધનભાઈ મોતીભાઈ,પ્રસાદ ભારૂભાઈ સગરામભાઈ,એક વર્ષ માટે અખંડ જ્યોત ઘી પાંચાભાઈ મંછાભાઈ,માતાજીના શણગાર રમેશભાઈ છગનભાઈ,છપ્પન ભોગ અન્નકૂટ રવજીભાઈ ધુડાભાઈ સહીત અનેક દાતાઓએ ચડાવા તથા રોકડ રકમ આપી સહભાગી થયા હતા સમસ્ત થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ ની કુંવાસીઓને ભેટપુજા બાદ ભોજન પ્રસાદ લઈ સાંજે નાળિયેર હોમી સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




