GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૭૭ બાળકોનો રસુલપરા તાલુકા શાળામાં વાજતે ગાજતે પ્રવેશ:સ્માર્ટ બાળકો માટે છ સ્માર્ટ બોર્ડનું ઉદઘાટન કરતા પૂર્વ રાજ્યપાલશ્રી

તા.૨૭/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રસુલપરા તાલુકા શાળા- કોઠારિયા ખાતે “કન્યા કેળવણી મહોત્સવ” તથા “શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં ધોરણ-૧માં ૪૧ કુમાર અને ૩૬ કન્યાઓનો શાળામાં પ્રવેશ, આંગણવાડીમાં ૨૩ કુમાર અને ૧૮ કન્યા, બાલ વાટિકામાં ૧૮ કુમાર અને ૧૫ કન્યાનો પ્રવેશ થયો હતો.

આ પ્રસંગે કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળાએ કન્યા શિક્ષણ પર વધુ ભાર મુકવા જણાવ્યું હતુ. આ સાથે શાળામાં વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકો અસરકારક રીતે જ્ઞાન મેળવી શકે તે હેતુથી સ્માર્ટ બાળકો માટે નવા છ સ્માર્ટ બોર્ડનું શ્રી વજુભાઈ વાળાએ લોકાર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ અને આચાર્યશ્રી રીનાબેન માયાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. મહાનુભાવોએ બાળકોને સ્કુલ બેગ આપ્યા હતા તેમજ પર્યાવરણને સુરક્ષિત રાખવાના હેતુથી મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતુ.

આ તકે રાજકોટના પૂર્વ મેયરશ્રી ડો. પ્રદિપભાઇ ડવ, અગ્રણીશ્રી મહેશભાઇ રાઠોડ, કોર્પોરેટરશ્રીઓ શ્રી મગનભાઇ સોરઠીયા, શ્રી મીતલબેન લાઠીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યશ્રી મનસુખભાઇ વેકરીયા અને સામાજિક આગેવાનશ્રીઓ શ્રી ધીરજભાઇ મુંગરા, શ્રી જયેશભાઇ પંડયા, શ્રી દિલીપભાઈ કોટડીયા, શ્રી મૌલિકભાઇ દેલવાડિયા, શ્રી કિશોરભાઈ પરમાર, શ્રી તેજસભાઇ ભટ્ટી, સી.આર.સી.કોઓર્ડિનેટર પંકજભાઇ ગોઢાણીયા સહીત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!