LUNAWADAMAHISAGAR

જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન એ પી એમ સી માર્કેટયાર્ડ લીંમડીયા ચોકડી ખાતે યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન એ પી એમ સી માર્કેટયાર્ડ લીંમડીયા ચોકડી ખાતે યોજાયો

જગતના તાત એવાં ખેડૂતો અને પશુપાલકોને આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન અને નફાકારક પશુપાલન વિષયક માર્ગદર્શન

પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર,પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહીસાગર,તથા પશુ દવાખાના વડાગામ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર ની ઉપસ્થિતિમાં એ પી એમ સી માર્કેટયાર્ડ લીંમડીયા ચોકડી ખાતે યોજાયો

આ પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં જગતનાં તાત એવાં ખેડૂતો અને પશુપાલન કરતાં પશુપાલકોને આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, નફાકારક પશુપાલન વગેરે વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ગુજરાત સરકારશ્રીના પશુપાલન વિભાગ, કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ વિશે ખેડૂતો અને પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે,આ પશુપાલન શિબિરનો હેતુ છેવાડાના માનવીઓને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી મળે અને વધુ ને વધુ લોકો યોજનાઓનો લાભ મળે તે છે.આજે ભારત અને ગુજરાત સરકાર એકસાથે મળીને ખેડૂતોના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. ગુજરાતના ખેડૂત કે, પશુપાલકને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ દરકાર સરકાર કરી રહી છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે,મહીસાગર જિલ્લાની મોટા ભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ છે તો દરેક વ્યક્તિને સરકારી યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે તો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!