DAHODGUJARAT

દાહોદ રેલવે વર્કશોપ ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલએ પ્રધાનમંત્રીના કાર્યક્રમ પૂર્વ તૈયારીના ભાગરૂપે રેલવે વર્કશોપની મુલાકાત લીધી

તા.૨૪.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલવે વર્કશોપ ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલએ પ્રધાનમંત્રીના કાર્યક્રમ પૂર્વ તૈયારીના ભાગરૂપે રેલવે વર્કશોપની મુલાકાત લીધી

દાહોદ રેલવે વર્કશોપ ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલ તેમજ કલેકટર યોગેશ નિરગુડેએ આગામી ૨૬ મી મે નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને રેલવે વર્કશોપની મુલાકાત લીધી હતી.આ બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની સફળતા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપ પર થનાર લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કરેલ વ્યવસ્થાનું સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું.આ દરમ્યાન પ્રભારી સચિવ રાજકુમાર બેનિવાલ એ રેલવે અધિકારીઓને કાર્યક્રમની સફળતા માટે જરૂરી સૂચનાઓ આપી આપી સમયસર તૈયારી થઇ જાય એ મુજબ કામ કરવા જણાવ્યું હતું.આ મુલાકાત દરમ્યાન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, રેલવે અધિકારીઓ, પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!