ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ખાતે સાધલી યુવા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી
સાધલી યુવા સંગઠન દ્વારા ભારતીય સંવિધાન રચયિતા મહા માનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જય ભીમના નારા સાથે લાલજી નગર થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જ્યાં કાયાવરોહણ સર્કલ પાસે બિરસા મુંડાની છબીને પુષ્પ માળા અર્પણ કરવામાં આવી હતી.જ્યારે સાધલી બસ સ્ટેન્ડ પાસે આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ ની પ્રતિમા ને પણ યુવાનો દ્વારા પુષ્પ માળા અર્પણ કરાઈ હતી.
યુવાનો દ્વારા શિનોર ના સેકંડ psi એચ. પી મકવાણા સાહેબ તેમજ સાધલી આઉટ પોસ્ટ ના જમાદાર વર્ધાજી નું pusp ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સાધલી બસસ્ટેન્ડ પાસે આવેલ લાઇબ્રેરી ની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવાના સ્થળે સાધલી ના વડીલોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..