
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૧૫/૧૧/૨૦૨૫ દરમ્યાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતિય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે, ડાંગ જિલ્લામાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત અને વિગતવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૦૯/૧૧/૨૦૨૫ ના રોજ વઘઇ તેમજ ઝાવડા ખાતે રથ યાત્રાનું આગમન અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.





