
શ્રી શેરગઢ કન્યાશાળા ખાતે ગુરૂપૂર્ણીમાંની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાલવાટીકાના નાના નાના બાળકો દ્વારા આપની પુરાતન સંસ્કૃતિઓ જાગૃત કરી જૂની ગુરૂ આશ્રમ શાળા બનાવવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા જૂની ઋચી પરંપરાની શાળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના વિધાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું તિલક કરી અને પુચ્છગુચ્છ આપીને ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખુબ જ આગળ વધે એવા શુભ આશિષ આપવામાં આવ્યા હતા ધોરણ ૩ થી ૮ ના વિધાર્થીઓ દ્વારા જીવનમાં ગુરુનું મહત્વ વિશે વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું બાળકો દ્વારા ગુરૂ વિશેના શ્ર્લોક અને સુવિચાર રજુ કરવામાં આવ્યા હતા ધોરણ ૭ ની વિધાર્થીની ઓ દ્વારા અભિનય ગીત દ્વારા ગુરૂવંદના કરવામાં આવી હતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







