હાલોલના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યા મંદિરનો 15 મોં વાર્ષિકરસોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૨.૨૦૨૬
હાલોલ શહેરના ગોધરા રોડ સ્થિત શારદા વિદ્યા મંદિરનો 15 મોં વાર્ષિકરસોત્સવ “તરંગ ” ઉજવણી મંગળવાર ના રોજ શાળા પરિસરમાં શાળાના મેં.ટ્રસ્ટી ડો.અર્પિત ઠાકર તેમજ આચાર્ય ના માર્ગદર્શન હેઠળ ખૂબજ ખંત થી શાળાના શિક્ષક ગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, શાળાના ના ટ્રસ્ટી ચતુર્ભુજ પરીખ, રાજેશ શાહ,મહેન્દ્ર અગ્રવાલ, શૈલેષભાઇ પટેલ,વિઠ્ઠલભાઈ પટેલ શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ તરંગ શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવ કાર્યક્રમનો શુભારંભ સરસ્વતી વંદના પ્રભુ પ્રાર્થના, દીપપ્રાગટ્ય , સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ શાળા ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને તેજસ્વી તારલાઓ તેમજ ખેલ મહાકુંભ ,કલા મહાકુંભ તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓનું તેમજ શાળા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓ અને વાલીઓનું ઉપસ્થિત મહેમાન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. યોજાયેલ આ વાર્ષિકોત્સવમાં કૃષ્ણ ઉપદેશ, નારી સન્માન, આજના યુગમાં મોબાઇલની લત, ભાઈ બહેન નો અનુઠો પ્રેમ, ગુજરાતી કવિતાઓ , બાળકોમાં જંક ફૂડનો ક્રેઝ વિવિધ વિષયો ઉપર સવકોઈનું ધ્યાન દોરતા કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધમાલ મસ્તી ડાન્સ પણ નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.શ્રેષ્ઠતમ એવી તમામ કૃતિઓનો ચિતાર વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઇ ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સિક્ષકગણ દિલ જીતી લીધા હતા. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યો હતો.જેને લઇ શાળાના આચાર્ય તેમજ શાળાના ટ્રસ્ટીગણ દ્વારા શાળા પરિવાર વતી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.









