નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની 163 મી જન્મ જયંતિ ઉજવામાં આવી હતી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિકેકાનંદ જી ની જન્મ જયંતી ઉજવણીનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પદયાત્રા નવસારી શહેરના ફુવારા સર્કલ ખાતેથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ટાવર, લાઇબ્રેરી, પંચહાટડી થઈ જૂનાથાણા સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે પહોંચી હતી જ્યાં સ્વામી વિવેકાનંદ જી ની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ, નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, ઇજનેર રાજેશભાઈ ગાંધી સહિત શહેરના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.સાથે આ પદયાત્રામાં નવસારી શહેરના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને સ્વામી વિવેકાનંદ જીના ઉદ્દેશોનો સૂત્રોચાર કરતા નારા લગાવ્યા અને તેમના જીવનમાં તેમના સુવિચારો ઉતારવા અંગે નિષ્ઠા ભાવ દર્શાવ્યું.





