થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત ૧૮ મો વિધાર્થી સન્માન સમારોહ યોજયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગાડ વિધા મંદિરના પ્રાર્થના હોલમાં સ્વ.નારણભાઈ મોતીભાઈ પ્રજાપતિ, ગોરધનભાઈ મોતીભાઈ પ્રજાપતિ પરિવારના અમરતભાઈ તથા રસિકભાઈના અધ્યક્ષ સ્થાને તા.૦૫/૧૧/૨૦૨૪ ને મંગળવારના

થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત ૧૮ મો વિધાર્થી સન્માન સમારોહ યોજયો…
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગાડ વિધા મંદિરના પ્રાર્થના હોલમાં સ્વ.નારણભાઈ મોતીભાઈ પ્રજાપતિ, ગોરધનભાઈ મોતીભાઈ પ્રજાપતિ પરિવારના અમરતભાઈ તથા રસિકભાઈના અધ્યક્ષ સ્થાને તા.૦૫/૧૧/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગત -સંતશ્રી સોહમ આશ્રમ,રાજપુર તા.કાંકરેજની પાવન નિશ્રામાં થરા સ્ટેટમાજી રાજવી પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,શ્રી ઓગાડ વિધા મંદિરના પ્રમુખ ધીરાજકુમાર કે.શાહ,થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ. પ્રજાપતિ,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ,મંત્રી વાલાભાઈ પ્રજાપતિ,સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વપ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ કાકર,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ રવેલવાળા,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિના મહેમાન પદે કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ક્રિષ્નાબેન પ્રજાપતિ સહીત બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ શિક્ષક મહેશભાઈ પ્રજાપતિ સાણાદરવાળાએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી મંડળના કાર્યકરોના હસ્તે પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું.વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત કુલ ૨૩૧ તેજસ્વી તારલાઓને વાલાભાઈ પ્રજાપતિ રાજપુર સહીત બીજા અનેક દાતાઓએ પ્રથમ, દ્વિતીય, તૃતીય,જનરલ ઈનામ સહિત શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના વડીલોએ રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ.ભોજન પ્રસાદ પ્રજાપતિ અમરતભાઈ નારણભાઈ તથા થરા નગર પાલિકા કારોબારી ચેરમેન પ્રજાપતિ રસિકભાઈ ગોરધનભાઈ, મંડપ રૂપશીભાઈ પ્રજાપતિ,જોઈતાભાઈ પ્રજાપતિ પરિવાર જયારે આમંત્રણ પત્રિકા નો લાભ દિનેશભાઈ આઈ. પ્રજાપતિએ લીધો હતો.આ પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગતે જણાવેલ કે પ્રજાપતિ સમાજના બાળકો ભણી ગણી ખૂબ ખૂબ પ્રગતિ કરે માતા-પિતા નું નામ રોશન કરે કન્યાઓને ભણાવી-ગણાવી ઉચ્ચ ડ્રીગ્રી પ્રાપ્ત કરવી સારી નોકરી મેળવે તેવા આશિર્વાદ આપેલ સાથે સાથે જણાવેલ કે આપણો સમાજ દક્ષ પ્રજાપતિ નો વંશજ છે.આદિ અનાદિથી અઢારેય વર્ણ પ્રજાપતિ (ભગત)ના ઘેર ઉતારો લેવાનુ પસંદ કરતા રહ્યા છે. પ્રજાપતિ સમાજ વ્યસનોથી દૂર રહી,જાત મહેનત કરી પેટીયું રળે છે તેનું મને ગૌરવ છે.શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પૂર્વપ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ, શ્રી સમાલ પરગણાના મંત્રી વીરચંદભાઈ પ્રજાપતિ, પૂર્વમંત્રી પ્રવીણભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ,કસલપુરા પૂર્વ સરપંચ સોમાભાઈ ઊંઝિયા, થરા શહેર ભાજપ ઉપ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ ઊંઝિયા કસલપુરા, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા સહિત શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ભાઈઓ,બહેનો,માતાઓ, બાળકો વિગેરે હાજર રહેલ. આગામી સ.ને.૨૦૨૫ ના વર્ષના ભોજન પ્રસાદ સ્વ.છગનભાઈ બીજલભાઈ પ્રજાપતિ પરિવાર, મંડપ સ્વ.કેશાભાઈ બીજલભાઈ પ્રજાપતિ પરિવાર,કંકોત્રી સ્વ.મંછાભાઈ બીજલભાઈ પ્રજાપતિ પરિવર તથા સ.ને.૨૦૨૬ ના વર્ષના ઈનામ વિતરણનો તમામ ખર્ચના દાતા સ્વ.બીજલભાઈ ભગાભાઈ પ્રજાપતિ ના સુપુત્રો સ્વ. મંછાભાઈ ભાઈ, સ્વ. છગનભાઈ, સ્વ.કેશાભાઈ પરિવારે લાભ લેવાની જાહેરાત કરેલ.કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ પ્રજાપતિ રાજપુર, રસિકભાઈ પ્રજાપતિ રાજપુર સ્ટેજ સંચાલન સુરેશભાઈ પ્રજાપતિ ઝાલમોર વાળાએ આભાર વિધિ સુરેશભાઈ પ્રજાપતિ કુડવા વાળાએ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦







