MORBI:મોરબી ગૌમાતા રાષ્ટ્રીય માતા અભિયાન અંતર્ગત સર્વે હિન્દૂ સંગઠનો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

MORBI:મોરબી ગૌમાતા રાષ્ટ્રીય માતા અભિયાન અંતર્ગત સર્વે હિન્દૂ સંગઠનો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
મોરબી:ગૌમાતા રાષ્ટ્ર માતા તરીકે પ્રસિદ્ધ થાય તેના માટે દેશ વ્યાપી જે અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અંતર્ગત આગામી તા. ૬/૧૦ ને રવિવારના રોજ સાંજે ૫ વાગ્યે મોરબી સર્કિટ હાઉસ ખાતે સંતો મહંતો અને સર્વે હિન્દુ સંગઠન દ્વારા એક ભવ્ય પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં બહુમતી હિન્દુ ધર્માવલંબીઓ ગૌમાતાને ધાર્મિક આસ્થાનું પ્રતિક માને છે. વેદ, શાસ્ત્ર, પુરાણ,સ્મૃતિ વગેરે તમામ ધર્મશાસ્ત્રો ગાયને પશુ ગણવા માટે ના પાડે છે. આમ છતાં ભારત સરકારે ગૌમાતાને પશુની શ્રેણીમાં ગણી આ બાબતને બંધારણની કલમ ૪૮ હેઠળ રાજ્ય સરકારનો વિષય બનાવેલ છે. વસ્તુત આ ધાર્મિક આસ્થાનો મામલો હોઈ એને બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ સમાવેશ કરી કેન્દ્ર સરકારના વિષયમાં સમાવેશ કરવો અને સંપૂર્ણ ભારતમાં ગોવંશ હત્યા પ્રતિબંધિત કાનૂન બનાવી ગૌમાતાને પશુ શ્રેણીમાંથી હટાવીને ગોમાતાને રાષ્ટ્રમાતાના પદ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે, આ માંગણીને લઇને ચારેય પીઠના શંકરાચાર્યોના નેતૃત્વમાં હિન્દુ સમાજ ગૌમાતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા અભિયાન ચલાવે છે.ત્યારે આ પૂણ્ય કાર્યમાં સહભાગી બની ગૌમાતા અને હિન્દુ જનતા આશીર્વાદ આપીને સહભાગી કાર્યમાં સંપૂર્ણ રીતે જોડાય તે માટે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગૌરક્ષક દળ, મોરબી હિન્દુ યુવા વાહિની, મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મોરબી મહાકાલ ગ્રુપ, મોરબી દલવાડી કનૈયા ગ્રુપ, શિવ શક્તિ સેવા સંગઠન, અર્જુન સેના, હિન્દુ જાગરણ મંચ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, સંવેદના ન્યુઝ મોરબી ડિસ્ટ્રીક અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો તા.૦૬/૧૦ ના રોજ સાંજે ૫ વાગ્યે મોરબી સર્કિટ હાઉસ ખાતે અચૂક હાજર રહીને ગૌમાતા રાષ્ટ્રીય માતા પ્રતીક સહભાગી થવા નમ્ર અપીલ કરવામાં આવી છે.










