જંબુસર બીએપીએસ મંદિર ખાતે 21મો કૃષિ મહોત્સવ યોજાયો
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જંબુસર તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા જંબુસર બીએપીએસ મંદિર ખાતે 21 મો રવિ કૃષિ મહોત્સવ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ, તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ આપવામાં આવી આ સહિત વર્ષ 2024 25 દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા વિવિધ યોજના અંતર્ગત સાધન ખરીદી પૂર્વ મંજૂરી હુકમ, સર્ટી તથા દવા છાંટવાના પંપ ઉપસ્થિતોના હસ્તે એનાયત કરાયા હતા.
જંબુસર ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો હતો. જેમાં તાલુકા પ્રમુખ બાલુભાઇ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, ટીડીઓ હાર્દિક સિંહ રાઠોડ,

કિસાન મોરચા કુલદીપ સિંહ યાદવ, નાયબ મામલતદાર નવલભાઇ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર કે વી વડોદરિયા ડોક્ટર એમ એમ પટેલ, ડોક્ટર ડી આર પટેલ, આસિસ્ટન્ટ નોડલ અધિકારી નીતિન આંબલીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિતના હસ્તે દીપ પ્રાગટય તથા રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિતિ તો એ જણાવ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ બીડું ઝડપ્યું છે,કૃષિ અને ખેડૂતોને વિકાસ તરફ લઈ જવા છે તે માટે દ્રઢ સંકલ્પ કર્યો છે. કૃષિ મહોત્સવ દર વર્ષે નવા આયામો લઈને આવે છે કૃષિના ઋષિ, જગતનો તાત નો વિકાસ કરવા 2005 થી કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે તો આ ખેતી ટેકનોલોજી સભર બનાવી ઉત્પાદન વધારી ખેતીમાં જે પ્રશ્નો ઉદ્ભભવે છે,તેનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ આવે તે કૃષિ મહોત્સવનો હેતુ છે.જંબુસર ની જમીન ક્ષારયુક્ત જમીન છે આપણી જમીનમાં ઓછા પાણીથી ખેતી કરીશું ,આ જમીનમાં પાણીનો ઉપયોગ વધુ કરીશું તો આ જમીનનો ક્ષાર ઉપર આવશે તો આ જમીન આવનારી પેઢીને વારસામાં આપી શકીશું નહીં, ક્ષાર યુક્ત જમીન નિવારણ કરવાના ઉપાયો છે. આપણા વિસ્તાર અને જમીન આધારિત ખેતી કરવી જોઈએ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે માટે સંશોધન કેન્દ્રની મુલાકાત લેવા જણાવ્યું હતું.ભરૂચ જિલ્લાના મુખ્ય બે પાક કપાસ અને તુવેર તેની વિવિધ જાતની સવિસ્તાર માહિતી આપી હતી. ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું ખેડૂતો ઝીરો બજેટથી ઉત્પાદન કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન,તાલીમ,શિબીરો યોજાઇ રહી છે. ખેડૂત વધુ ને વધુ ઉત્પાદન કરી શકે તે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ભારતને વિકસિત બનાવવાનું તે નેમ પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જણાવ્યું. આ સહિત સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ કૃષિ મહોત્સવ થકી છેવાડાના માનવી સુધી પહોંચે અને ધરતીપુત્રોને વિકાસ કરવાનો ઉદ્દેશ છે. વર્ષ 2024 25 દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા 1555 ખેડૂત લાભાર્થીઓને રૂપિયા બે કરોડ 53 લાખ 22,611 ની સહાય આપવામાં આવી જે અંતર્ગત વિવિધ યોજના હેઠળ દવા છાંટવાના પંપ,સાધન ખરીદી પૂર્વ મંજૂરી હુકમ,સર્ટી ,14 જેટલા લાભાર્થી ખેડૂતોને ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રદર્શન સ્ટોલને ખુલ્લો મૂકી નિર્દેશન કર્યું હતું. બપોરે કોટેશ્વર ખાતે આવેલ પ્રાકૃતિક ખેતી ના મોડલ ફાર્મ ની ધરતીપુતત્રોને મુલાકાત કરાવવામાં આવી હતી. આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ, નિલમ ચૌધરી, અગ્રણી રાજુભાઈ દરબાર સહિત મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ



