હાલોલ નગર ખાતે ઠક્કર સમાજ દ્વારા પૂ.જલારામ બાપાની 226 મી જન્મ જયંતિ ની ભક્તિસભર વાતાવરણ માં ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૧૦.૨૦૨૫
હાલોલ નગર ખાતે પૂજ્ય જલારામ બાપાના ભક્તો તેમજ લોહાણા સમાજ બોહળો છે. પ્રતિ વર્ષે પૂજ્ય બાપાના જન્મદિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. જેમાં હાલોલ નગર ના ગોધરા રોડ સ્થિત વાલમ પાર્ક ની બાજુમાં જલારામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જયારે બીજી હાલોલ નગર ની મધ્યમાં તળાવ કિનારે આવેલ બ્રાહ્મણ પંચની વાડી ખાતે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતિ ની પૂજા વિધિ થી રંગે ચંગે ઉજવણી બુધવારના રોજ કરાઈ હતી જેમાં બંને સ્થળે સાંજે 6 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અખંડ ધૂન ત્યાર બાદ મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાપા ના સિદ્ધાંત મુજબ સર્વને જાહેર આમંત્રણમાં પ્રસાદી માટે સર્વ ભક્તજનો ને લાભ લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. બુધવારના રોજ પરમ પૂજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી હાલોલ નગર ની જનતાએ ભક્તિમય વાતાવરણમાં રંગે ચંગે ઉજવી અને બાપાના ગુણગાન ની ગાથાઓ વાગોળી સર્વે ભક્તોએ ધન્યતા અનુભવી હતી.જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યારે હાલોલ લોહાણા ઠક્કર સમાજ અને જલારામ બાપાના ભાવિ ભક્તોએ પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતી ની ઉજવણી રંગે ચગે કરી હતી.










