ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશ

તાહિર મેમણ – આણંદ – 03/08/2025 – આણંદના

સામાજિક વનીકરણ વિભાગ, આણંદ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે તા. ૩ જી સપ્ટેમ્બર, બુધવારના રોજ ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

 

 

 

આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ નાયબ વન સંરક્ષક, ગાંધીનગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

 

 

આ પ્રસંગે સાંગોડપુરા સ્થિત માનવરશ્મિ પ્રાથમિક શાળા નં. ૧૦ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્થિત રહેવા સામાજિક વનીકરણ વિભાગ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!