
વિજાપુર ખાતે ફોરેસ્ટ ખાતા દ્વારા પિલવાઇ આવેલ શ્રી છોતેર ગોળ પ્રજાપતિ સમાજ વાડીમા 75મો તાલુકા વન મહોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી
વિજાપુર પિલવાઇ આવેલ શ્રી છોત્તેર ગોળ પ્રજાપતિ સમાજની વાડી ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ૭૫મો વન મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી હતી.આ વન મહત્સવની ઉજવણી અંતર્ગત વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ધારાસભ્ય ડૉ સી.જે ચાવડા , પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, મામલતદાર જે.એસ.પટેલ તેમજ RFO લીલાબેન ચૌધરી, પૂર્વ જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી ,તાલુકા સદસ્ય મનુજી ચાવડા અને સોમાભાઇ (પાઘડી શેઠ) પિલવાઇના સરપંચ નટવરસિંહ વિહોલ, વિષ્ણુજી વિહોલ, હરપાલસિંહ વિહોલ તેમજ ભીખાલાલ બોસ અને ગામના અગ્રણી જનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.




