મહીસાગર જિલ્લાના બાકોર પાંડરવાડા ખાતે “એક પેડ મા કે નામ ” સાથે 75 માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

અમીન કોઠારી મહિસાગર
તા. ૧૨/૮/૨૪
“એક પેડ માં કે નામ” અભિયાનની સાથે ૭૫માં વન મહોત્સવની ઉજવણી કે. એમ.દોશી હાઇસ્કુલ બાકોર-પાંડરવાડા ખાતે
ઊજવણી કરવામાં આવી.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને ગુજરાતે ૭૫મા વન મહોત્સવ અન્વયે “એક પેડ માઁ કે નામ” અભિયાનને વેગવાન બનાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ૭૫મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે.દરેક બાળકે પોતાના ઘરે એક વૃક્ષનુ વાવેતર કરી તેનું જતન કરવું ખૂબ જરૂરી છે.તેમણે જણાવ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધી વિસ્તારમાં થતાં ટીમરૂના પાનથી ૯૨ હજાર પૂરક રોજગારી મળે છે.
૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ શિક્ષણમંત્રીશ્રી કર્યું હતું.
એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી એન. વી ચૌધરી એ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સામાજીક વનીકરણ વિભાગ, ગોધરા નાયબ વન સંરક્ષકશ્રી એમ ડી જાની દ્વારા આભારવિધિ કરાઈ.
આ પ્રસંગે જિલ્લા લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, ગોધરા વન વિભાગ નાયબ વન સરક્ષકશ્રી એમ એલ મીના જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા,નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, હાજર રહ્યા હતા.






