BANASKANTHAGUJARATPALANPUR

વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં 76માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાઈ

27 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામ- ભાગળ(પીં)શાળા સંકુલ માં 76માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ પર મુખ્ય મહેમાન તરીકે પધારેલ શ્રી કામરાજભાઈ ભટોળ, પૂર્વ મેનેજર શ્રી વડગામ તાલુકા સંઘ અને જી.જે.વિદ્યાલય, જલોત્રાના ટ્રસ્ટીશ્રી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાગળ(પીં) ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સભ્યશ્રીઓ, ડેરીના ચેરમેનશ્રીઓ, સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ, ગ્રામજનો, સન્માનનીય વાલીશ્રીઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગને અનુરૂપ ઉપસ્થિત કામરાજભાઈ ભટોળ સાહેબે શાળાને 11000 -/ રૂપિયા શાળા અને બાળકોના સર્વાંગી વિકાસ અર્થે ફાળો આપેલ તેમજ ગામનો લોકફાળો આશરે શાળાને 5000-/ રૂપિયા મળેલ છે. મુખ્ય મહેમાનશ્રી કામરાજભાઈ ભટોળ સાહેબે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ભણતર ઉપર વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર પટેલે આવનાર મહેમાનશ્રીઓ અને ગામ લોકોને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!