
ફૈઝ ખત્રી…શિનોર
આજરોજ સમગ્ર ભારત દેશ ભરમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી મદીના મસ્જિદના પ્રતંગન માં સાધલીના મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગો લહેરાવી પોતાની દેશભક્તિ ની અનોખી મિસાલ આપી હતી.
રાષ્ટ્ર ગીત સાથે વડીલ શ્રી બદરુદ્દીન પટેલ ના હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.
આ પ્રોગ્રામમાં સાધલી મદીના મસ્જિદના પ્રમુખ સબીરભાઈ રાઠોડ. પ્રમુખ યાસીન રાઠોડ. મૌલાના યુગ કાદરી. ઈરફાનભાઇ નકુમ.બદરુદ્દીન પટેલ સહિત ગામના આગેવાનો મદરેસા ના બાળકો હાજર રહ્યા હતા



