BANASKANTHAGUJARAT
ડીસા તાલુકાના વાસણાજુના ગામની વેજીસરા પ્રાથમિક શાળામાં ૭૭ મા પ્રજાસતાક દિનની ઉજવણી કરાઈ.
ડીસા તાલુકાના વાસણાજુના ગામની વેજીસરા પ્રાથમિક શાળામાં ૭૭ મા પ્રજાસતાક દિનની ઉજવણી કરાઈ.

ડીસા તાલુકાના વાસણાજુના ગામની વેજીસરા પ્રાથમિક શાળામાં ૭૭ મા પ્રજાસતાક દિનની ઉજવણી કરાઈ.
ડીસા તાલુકાના વાસણાજુના ગામની વેજીસરા પ્રાથમિક શાળામાં ૭૭ મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.૨૬ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સવારે આચાર્ય જેન્તીજી ની ઉપસ્થિતિમા ગામની વધુ ભણેલી દીકરી પ્રજાપતિ કોમલબેન સુરેશભાઈ ના વરદ હસ્તે ત્રિરંગો ફરકાવી સલામી આપવામાં આવી હતી.”વંદે માતરમ્ ગીત”નું ગાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સ્વાગત ગીત અને શાળાના વિધ્યાર્થીઓ દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્ર મો રજૂકરવામાં આવ્યા હતા. આ શાળામાં અભ્યાસ કરી સરકારી નોકરી મેળવનાર ૧૦ કર્મચારીઓને મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.એસ.એમ.સી.અધ્યક્ષ દ્વારા શાળાની વિસ્તૃત માહિતી આપેલ. વાલીઓ દ્વારા દરેક બાળકોને ચોપડા,બોલપેન, પેન્સિલ,શૈક્ષણિક કીટ,ચોકલેટ તેમજ નાસ્તો અને ઠંડા પાણી માટે શાળામાં કુલર ભેટ આપેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક પ્રજાપતિ મેહુલકુમાર મુળજીભાઈ એ કરેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530