BANASKANTHAGUJARATKANKREJ

થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિરમાં ૭૮ માં સ્વતંત્ર દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી..

થરા ખાતે શ્રી વિનય વિદ્યામંદિરમાં ૭૮ માં સ્વતંત્ર દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી..

 

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિરના પટાંગગણમાં ૭૮માં સ્વતંત્ર દીનની ઉજવણી મંડળના પ્રમુખ એવમ બ.કાં.જિલ્લા સહકારી આગેવાન અણદાભાઈ આર.પટેલના વરદ હસ્તે ત્રિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ધો.-૨ થી ૧૨ ના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા બાળ નાટક,અભિનય ગીત, રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. પ્રસંગિક પ્રવચન કરતા અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણાં દેશની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી સ્વદેશી વસ્તુઓ અપનાવી અને રાષ્ટ્રના નિર્માણમાં આગળ વધી દેશને મહાસત્તા બનવા તરફ આગળ વધારવાની પ્રેરણા આપી હતી. શાળાના પૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ બી.પટેલે વિદ્યાર્થીઓને દેશ ભક્તિ ના વાતાવરણ સામેલ થઈ દેશ હિતમાં કામ કરવાની સમજ આપી હતી.આ પ્રસંગે શાળાના ઉપપ્રમુખ કરશનભાઈ પટેલ,ખેડૂત અગ્રણી અણદાભાઈ એસ. ચૌધરી,આર.એસ.એસ.તાલુકા કાર્યવાહ રમેશભાઈ પટેલ, ડૉ. રાજેશ કે. બ્રહ્મભટ્ટ,અનુભા કે. વાઘેલા,ડામરભાઈ ખરસાણ, સવરામભાઈ પટેલ,વીરમભાઈ પટેલ,રાયમલભાઈ પટેલ,પૂર્વ પ્રોફેસર એમ.ડી.પટેલ,વરિષ્ટ પત્રકાર અમૃતજી ઠાકોર, ઉમેશભાઈ પ્રજાપતિ,કરશનભાઈ દુદાસણ,સુરેશભાઈ પટેલ, આચાર્ય હરેશભાઈ ચૌધરી, નટવરલાલ શેખલિયા,નરેશભાઈ પટેલ,રમેશભાઈ ઠાકોર,હિનાબેન પંચાલ સહીત શાળા અને વી. આર.પટેલ કોલેજ સમગ્ર સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શાળાના પીટી શિક્ષક એમ.વી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ લીંબાચિયાએ કર્યું હતું.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મોં. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!