અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ::ચોમાસાના સમયે જ રોડ,રસ્તા અને નાળા નું કામ કેમ ચાલુ થાય છે..? ભિલોડા શામળાજી ઇડર રોડ પર પાંચમીવાર ડાયવર્ઝન ધોવાયુ
અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ ધ્વારા વરસાદની અતિથિ અતિ ભારે આગાહી કરવામાં આવી છે સાથે. ગઈ કાલથી વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઇ વિવિધ નાળા ચેકડેમ છલકાયા છે અને પાણી ની સારી આવક થઈ છે પરંતુ આ બધી વાતો વચ્ચે હાલ વાહન ચાલકો પણ પરેશાન થયા છે જેનું કારણ છે રોડ રસ્તાઓ જ્યાં હાલ કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અતિ ખરાબ છે. સાથે ખાડાઓ નું સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેવો ઘાટ છે અને અરવલ્લી જિલ્લામાં કેટલાક રસ્તાઓના કામ ચોમાસાના સમયે જ શરૂ થતા હોય છે જાણે કે કોન્ટ્રકટરો ને ચોમાસાના સમયે રોડ રસ્તાના કામો કરવાનો મોહ લાગ્યો હોય. પરંતુ આ બધી વાતો વચ્ચે હાલ અરવલ્લી જિલ્લામાં કેટલાય એવા રસ્તાઓ છે જ્યાં ડીપ, નાળા , ગરનાળા સહિત ના કામો ચાલુ તો ક્યાંક પ્રગતિ પર છે જેને લઇ વાહન ચાલકો અને આમ જનતા ચોમાસાના સમયે પરેશાન થયા છે. ભિલોડા વિસ્તારમાં ભિલોડા શામળાજી ઈડર હાઈવે પર વિવિધ ડીપ અને ગળનાળા ના કામો ચાલતા હોવાથી સીઝનમાં પાંચમીવાર ડાયવર્ઝન ધોવાયા છે અને લોકો પરેશાન થયા છે પરંતુ સવાલ એ છે કે જે કામો પહેલા પૂર્ણ કરવાના હોય છે તે કેમ પૂર્ણ નથી થતા અને કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ માટે અન્ય લોકના જીવ જોખમમાં મૂકતા હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે અધિકારીઓ પણ ચોમાસાના સમયે કામ શરૂ થાય તેમ વર્ક ઓડર આપતાં તો નથી ને..? તે પણ એક સવાલ છે. ત્યારે તંત્ર ધ્વારા રોડ રસ્તાનું કામ ચોમાસાના સમયે ચાલુ કરવામાં આવે છે તે કામ સમય અનુસાર થાય તો લોકો ને મુશ્કેલી ન વેઠવી પડે તેવી હાલ લોક માંગ ઉઠી છે.