વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી તેમજ ડાંગ જિલ્લા સરકાર આયુર્વેદ કચેરી આહવા દ્વારા ગલકુંડ ખાતે તારીખ ૨૩ ના રોજ ૧૦ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગલકુંડ ખાતે ૧૦ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ ધનવંતરી પૂજન કરી આયુષ મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદ નિદાન સારવાર ના ૨૩૮ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. તેમજ આયુર્વેદ અને યોગ પ્રદર્શન માટે ૨૦૫ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં કુલ ૪૪૩ લોકોએ ઉત્સાહ પૂર્વક લાભ લીધો હતો.
આ કેમ્પમાં ગલકુંડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ વાઘ સહિત સભ્યો, જિલ્લા તાલુકા સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દિગ્વેશભાઇ ભોયે સહિત આયુર્વેદ કચેરીના વૈધ તેમજ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યાં હતાં.