
જુનાગઢના ભેસાણ ના ગિરનાર રૂટ ઉપર નીકળેલ પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત જૂનાગઢનું અખંડ રામધૂન મંડળ જે ગિરનાર સ્થિત ક્ષેત્રની ફરતે પ્રદિક્ષણા કરી અને વિશ્વ શાંતિ જીવ માત્ર ના કલ્યાણ ના શુભ ઉદેશથી અખંડ રામ નામ સંકીર્તન દિવસ રાત 24 કલાક ચાલુ છે ત્યારે આ મંડળ ભેસાણ રોડ ઉપર આવેલા મેંદપરા રાણપુર છોડવડી બંધાણા બીલખા ખડીયા વિજાપુર સહિત થયું ગીરનારની ફરતી પ્રદિક્ષણા કરી તમામ ગૌશાળાઓમાં ગૌમાતાને લાડુ ખોળ ઘાસ ગાજર જેવી પ્રોસ્ટિક ખાદ્ય સામગ્રી માં અર્પણ કરે છે આ અખંડ રામધૂન મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ ને ધ્યાને લઈ ને અખંડ રામધૂન મંડળના તમામ મહિલાઓનો પુરુષો શ્રીરામ જય જય રામ ના નાથ સાથે નીકળે છે ગરવા ગિરનારની ગોદમાં ભક્ત કવિ નરસિંહ મહેતાને કર્મભૂમિ એવા ઐતિહાસિક જૂનાગઢમાં ચાલતા વિશ્વ શાંતિ તથા જીવ માત્ર ના કલ્યાણ માટે શુભ આગ ઉદેશથી જૂનાગઢના અંબિકા ચોકમાં 24 કલાક ચાલતા છેલ્લા ૨૯ વર્ષથી ચાલતું અખંડ રામધૂન મંડળ સૌરાષ્ટ્રમાં છ જગ્યા ઉપર કાર્યરત છે જેમાં જામનગર દ્વારકા રાજકોટ મહુવા અને પોરબંદર નો સમાવેશ થાય છેસાથો સાથ વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે તેના ભાગરૂપે દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે ગિરનાર પરિક્રમા તથા માર્ગોમાં આવતા તમામ ગૌશાળાઓમાં દાન કરે છે આ મંડળ વહેલી સવારમાં બે બસો સાથે નીકળેલા હતા સાથે કોઈ દાતા ઓ દ્વારા વસ્તુ રૂપે સ્વૈચ્છિક અનુદાન આપવા ધર્મપ્રેમી જાહેર જનતાને અખંડ રામધૂન મંડળ વતી અપીલ કરવામાં આવે છે જો કોઈ ધર્મ પ્રેમી જુનાગઢના આ 24 કલાક ચાલતી રામધૂન મંડળને સહયોગ આપવા માંગતા હોય તો જૂનાગઢમાં અંબિકા ચોક ખાતે નાગર રોડ પર ટ્રસ્ટીનો સંપર્ક કરવા વિનંતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા, જૂનાગઢ. કેશોદ




