
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ: ખેરગામના દાદરી ફળીયામાં આવેલા શ્રી આધ્યશક્તિ અંબે માતાજીના મંદિરે નવમો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવાયો. આ પાવન પ્રસંગે ખેરગામ પોલીસ મથક તથા રાજચન્દ્ર હોસ્પિટલ, ધરમપુરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૯ યુનિટ રક્તદાન એકત્રિત થયું.ઉત્સવ દરમિયાન કથાકાર પ્રફુલભાઈ શુક્લ અને ધર્મચાર્ય પરભુદાદાએ દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ આપ્યા. પ્રફુલભાઈ શુક્લે પ્રાસંગિક ઉદબોધન કરતાં દાદરી ફળીયા અંબિકા યુવક મંડળ તેમજ ડેપ્યુટી સરપંચ જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરાયેલા સમગ્ર આયોજનની પ્રશંસા કરી.આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, ચેતનભાઈ પટેલ, ખેરગામ પોલીસ મથકના પી.આઈ. પીનલબેન ચૌધરી સહિત સજયભાઈ, રાકેશભાઈ, મિતેશભાઈ, સાવનભાઈ તથા અંબિકા યુવક મંડળના સભ્યોએ સરાહનીય સેવાભાવ સાથે પુરુષાર્થ કર્યો.આરતી અને મહાપ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો. સાંજે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે રાત્રે સુરસાગરમાં મુકેશભાઈના સથવારે ભક્તોએ ગરબાની ભારે રમઝટ બોલાવી, જેથી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજાયમાન થયો.




