ARAVALLIGUJARATMALPUR

માલપુર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રણનીતિ નક્કી કરાઈ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

માલપુર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રણનીતિ નક્કી કરાઈ

માલપુર ખાતે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વિશિષ્ટ ચર્ચા કરવામાં આવી હતી.ખાસ કરીને ઊભરાણ, હેલોદર અને માલપુર જિલ્લા પંચાયત સીટ તથા સંલગ્ન વિવિધ 16 તાલુકા પંચાયત સીટોને ધ્યાનમાં રાખી પાર્ટી દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવી છે.

આ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો માલપુર તાલુકાના ગામડે ગામે જઈને સંગઠન મજબૂત બનાવશે. સંઘઠનના વિસ્તરણ અને ગામઆધારિત માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે જેથી સ્થાનિક સ્તરે પાર્ટીનું બેસણું વધુ મજબૂત થઈ શકે.બેઠકમાં પાર્ટીના આગેવાનો, સ્થાનિક કાર્યકર્તાઓ અને જૂના સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન નિર્માણના કાર્ય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો અને આગલા ચૂંટણીઓથી મેળેલા અનુભવના આધારે નવા પ્રયાસોની યોજના પણ ઘડી કાઢવામાં આવી.

Back to top button
error: Content is protected !!