GUJARAT
ડાંગ જિલ્લાનાં આહવાનાં શિવઘાટમાં અર્ટીગા કાર સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સુબિર તાલુકાનાં ખાંબલા ગામથી વાંસદા તરફ જઈ રહેલ અર્ટીગા કાર.ન.જી.જે.30.એ.4093 જે આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં શિવઘાટમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં અર્ટિગા કારનો દરવાજો ખુલી જતા તેમાંથી એક મહિલા બહાર ફંગોળાઈ હતી.અહી કારમાં સવાર પરિવારને નાની મોટી ઇજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતનાં બનાવમાં અર્ટિગા કારને જંગી નુકશાન થયુ હતુ..

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


