અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપી તથા ભોગ બનનાર બાળકને વસઇ (મહારાષ્ટ્ર) ખાતેથી દહેજ પોલીસે શોધી કાઢ્યા…

ભરૂચના દહેજ પોલીસ મથકમાં બાળકના અપહરણનો ગુનો નોંધાયો હતો. પોલીસ ગણતરીના કલાકોમાં અપહ્ત બાળકને શોધી કાઢી અપહરણકર્તાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વાગરા તાલુકાનાં જોલવા, ઉગમણા ફળીયા ખાતેથી અનિલકુમાર ધતુરી યાદવે ફરીયાદી બહેનના બે વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. જે બાબતની ફરિયાદ બાળકની માતાએ દહેજ પોલીસ મથકમાં નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલાનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી.પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ઝાલા, તથા પો.સ.ઈ. એસ.બી, સરવૈયાએ જરૂરી ટેકનીકલ માહીતી મેળવી એનાલીસીસ કરી ટેકનીક્લ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસઇ ખાતે હોવાની માહીતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઇ ખાતેથી આ કામના આરોપી તથા ભોગ બનનાર બાળકને શોધી કાઢી આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટર : સમીર પટેલ, ભરુચ




