SOGએ ઝડપી પાડેલ આરોપી અઠવાડિયા પહેલાં અમદાવાદથી ગાંજો લાવી 10 ગ્રામની પડીકી વાળી નસેડીઓને વેચતો હતો

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાઠક સ્કૂલ પાછળ આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર અર્જુન પાર્ક બ્લોક નં. 10 ક્વાર્ટર નં. 1946માં રહેતો અતિક સલીમ મેતર (ઉં.વ.30) નામનો શખસ પોતાના ક્વાર્ટરમાં ગાંજાનો જથ્થો સંતાડેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે SOG સ્ટાફે દરોડો પાડતાં પ્રથમ ક્વાર્ટરમા તપાસ કરતાં કઈ મળ્યું નહોતું. પરંતુ ક્વાર્ટરમાં આવેલ બેડરૂમમાં તપાસ કરતાં તેમની એક લાદી ઉપસેલી જોવા મળતાં સ્ટાફે લાદી કાઢી જોતા પ્લાસ્ટિકનું મોટું બાચકું જોવા મળ્યું હતું. જે કાઢી તપાસ કરતાં તેમાંથી ગાંજો મળી આવતાં 7.120 કિલો ગાંજા સાથે અતિક મેતરને દબોચી રૂ.83 હજારનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. આરોપી અઠવાડિયા પહેલાં જ અમદાવાદથી ગાંજો લઈ આવ્યો હતો અને 10 ગ્રામની પડીકી વાળી રૂ.100 માં વેંચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી એક વર્ષથી માદક પદાર્થના ધંધામાં ઝમપલાવ્યું હતું અને સુરત સહિતના શહેરમાંથી ગાંજો લઈ આવી રાજકોટમાં નસેડીઓ સુધી પહોંચાડતો હતો,
બેભાન થયેલા યુવાનનું મોત માજોઠીનગર એચ.જે. સ્ટીલ પાસે રહેતાં રમેશભાઈ શુકલભાઈ પ્રસાદ (ઉં.વ. 35) ગઈકાલ રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે હતાં. ત્યારે અચાનક બેભાન થઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેઓ મૂળ ઉતર પ્રદેશના વતની હતા અને 15 દિવસ પહેલા જ કામ અર્થે અહીં આવ્યાં હતા.
દારૂની 720 બોટલ ઝડપાઇ રાજકોટ શહેર LCB ઝોન 2 ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફને મવડી ચોકડી તરફથી દારૂ ભરેલી એક કાર ખોડિયારપરા તરફ આવી રહી છે અને દારૂનું કટિંગ થવાનું છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ ખોડિયારપરા મેઈન રોડ પર રામાપીર મંદિર પાસે વોચમાં હતા ત્યારે પસાર થયેલ કાર નં. જીજે.03.એફડી.2203ને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની 720 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર સહિત રૂ.3.82 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. રવિ રૈયાધારમાં રહેતા સાગર સેલા બોળિયા નામના બુટલેગરને દારૂ સપ્લાય કરવા માટે આવ્યો હતો. જે પોલીસને જોઈ નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.



