
ડેડીયાપાડા માં ચકચારી ઘટના પીપલોદ ગામે આરોપી ભત્રીજો જ નીકળ્યો.
તાહિર મેમણ – ડેડીયાપાડા 21/04/2025 – ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 48 વર્ષીય રમીલાબેન વસાવાની તેમના જ ભત્રીજા દ્વારા કરવામાં આવી છે. આરોપી મહેશભાઈ રૂમાભાઈ વસાવાએ કાકીની એકલતાનો લાભ લઈ તેમની પર દુષ્કર્મની કોશિશ કરી હતી.
ઘટના એ સમયે બની જ્યારે રમીલાબેનના ખેતરે ગયા હતા. આરોપીએ કાકી પાસે શારીરિક સંબંધની માંગણી કરી, જેનો તેમણે વિરોધ કર્યો. આ પછી આરોપીએ તેમનું ગળું દબાવી કરી નાખી. મૃતકની દીકરી પુષ્પાને ફોન દ્વારા જાણ થતાં ગામલોકો એકત્ર થયા હતા.
મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતાં ડેડીયાપાડા પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે મોબાઈલ લોકેશન, એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. આરોપી મહેશભાઈએ પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી છે. ડેડીયાપાડા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.



