TANKARA લજાઈ ખાતે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
TANKARA લજાઈ ખાતે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
લજાઈ ખાતે સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
મોરબી જિલ્લામાં સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ કાર્યક્રમનો આજથી જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દોલ્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્યશ્રી સાથે મોરબી નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લજાઈ સહિત ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો. ઉપરાંત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ એક પેડ મા કે નામ અભ્યાન અનુસંધાને વૃક્ષારોપણ પણ કર્યું હતું.