હાલોલ-કોર્ટ માં મુદ્દત ભરવા આવેલા આરોપીએ અગમ્ય કારણોસર કોર્ટ બાથરૂમ માં ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હાલત ગંભીર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૧૦.૨૦૨૪
હાલોલની નામદાર કોર્ટ માં મુદ્દત ભરવા આવેલા આરોપીએ કાઈ લાગી આવતા અગમ્ય કારણોસર કોર્ટ બાથરૂમ માં ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા કોર્ટ સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.જોકે તાત્કાલીક ધોરણે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા આત્મહત્યાનો પ્રયાસ કરનાર ઈસમને હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્યાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે.જાણવા મળેલી માહીતી મુજબ હાલોલ તાલુકાના સાથરોટા ગામમાં રહેતા અને કોઈ ગુનાનો આરોપી અજય દલપતભાઈ જાદવે આજે હાલોલની નામદાર કોર્ટ માં મુદ્દત ભરવા માટે આવ્યો હતો.તે દરમ્યાન કોર્ટના બાથરૂમ માં અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તે સમયે કોઈ જોઈ જતા બુમાબુમ થતા લોકો દોડી આવ્યા હતા.અને બનાવ ને પગલે અફરાતફરી મચી ગઈ હતી.જ્યારે લોક મુખની ચર્ચા મુજબ આ પરણિત ઈસમ ઉપર છ મહિના પહેલા એક તરૂણી ની છેડતી કર્યા અંગે ની ફરિયાદ નોંધાતા તેની સામે ચાલી રહેલા કેસ માં હાલ તે જામીન ઉપર છોડવામાં આવ્યો છે.જે કેસ ની આજે મુદત હોવાથી હાલોલ નામદાર કોર્ટ માં તે મુદત ભરવા માટે આવ્યું હતો. ત્યારે આ બનાવ બન્યો હતો.









