BHUJGUJARATKUTCH

પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મુકનાર આરોપી સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં

રીપોર્ટ : પ્રતીક જોશી

 

ભુજ: સોશીયલ મિડીયા પર ભારતના સાર્વભોમત્વ એકતા અને અખંડીતતાને ભયમાં મુકે તેવું અને પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મુકનાર આરોપીને બોર્ડર રેન્જ આઇજીની સાયબર સેલ પોલીસે પકડી પાડયો છે.

સોશીયલ મિડીયાના માધ્યમ થી દેશ વિરૂધ્ધ ખોટા પ્રોપગેંડા તથા ખોટા સમાચાર સોશીયલ મીડીયા ઉપર ફેલાવતા આરોપી અનીસ આબીદઅલી ભાન સામે ગુનો નોંધાયો. આરોપી અનીસ બાબીદઅલી ભાન ભુજના સંજોગ નગરનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી કોઈ દેશ વિરોધી સંગઠનો સાથે તેનો સંબંધ છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ દ્વારા આબીદ ઉપર ભારતીય ન્યાય સહિતા સને ૨૦૨૩ ની કલમ-૧૫૨ મુજબ ગુનો નોધી અટક કરાઈ છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પકટર એલ.પી.બોડાણા અને કે.એમ.રાઠોડ તેમજ સાયબર ક્રાઇમ પોલીસના કર્મીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!