BANASKANTHAGUJARATPALANPUR
વડગામ ના માહી ખાતે ભુતપૂર્વ વિધાર્થીઓ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

14 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તા.ના માહી પ્રા.શાળા માં વર્ષ 1994 સધી અભ્યાસ કરનાર ભુતપૂર્વ વિધાર્થીઓ નો સ્નેહ મિલન કાર્યક્રમ ગુજરાત પ્રદેશ શિક્ષક ઘટક સંઘ પુવૅ.પદાધિકારી ગમાન ભાઈ વાગડોદા,પુવૅ શિક્ષક કરશનભાઈ મોર, સરસ્વતીબેન રાવલ ની પ્રેરક ઉપસ્થિતિમાં રવિવારે માહી શાળા ખાતે યોજાયો હતો . કાયૅક્રમ ના પ્રારંભ માં વાલજીભાઈ ચૌધરી, અંજનાબેન મેવાડા, વિનોદભાઈ ગુજૅર , અજીતભાઈ વાગડોદા, શૈલેષભાઈ ચૌધરી એ પરિચય, સહિત સ્નેહ મિલન કાર્યક્રમ ની રૂપરેખા આપી હતી. ગમાનભાઈ વાગડોદા, કરશનભાઈ મોર, સરસ્વતીબેન રાવલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. વિશેષમાં વિધાર્થી કાયૅકાળ દરમિયાન ના સંસ્મરણો યાદ કરવામાં આવ્યાં હતાં.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ





