ARAVALLIGUJARATMODASA

સાબરડેરી ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડોક્ટર એમ એન પટેલ નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સાબરડેરી ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડોક્ટર એમ એન પટેલ નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો

સાબરડેરી ખાતે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એફ ઓ ના પદ પરથી થી 58વર્ષ ની વય નિવૃત્તિ સમારોહ આજે સાબરડેરી ખાતે સાબરડેરી ના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ ના અઘ્યક્ષ સ્થાને શુભેચ્છા સમારોહ રાખવા માં આવ્યો હતો આ પ્રસંગે સાબરડેરી ના એમ પી ઓ વિભાગ તેમજ વહીવટી વિભાગ ના અધિકારીઓ અને સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લાના એમ પી ઓ સ્ટાફ ની ઉસ્થિતિ માં વિદાય સમારોહ રાખવામાં આવેલ હતો જેમાં વિદાય લેતા ડોક્ટર મહેન્દ્રભાઈ એન પટેલ ને મોમેન્ટો શાલ શ્રીફળ તેમજ પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલે સાબરડેરી ના આંતર રાજ્ય માં આવેલા દૂધ પ્રાપ્તી કરતા સેન્ટરો ની જવાબદારી વહન કરતા હતા જેમના વિદાય સમારોહ માં સાબરડેરી ના એકાઉન્ટ વિભાગ ના વિભાગીય વડા એલ એમ ઝાકટિયા, ડોક્ટર જે .કે પટેલ.ડોક્ટર આર.બી.પટેલ.ડોક્ટર ડી ડી પટેલ.ડોક્ટર સમીર પટેલ ડોક્ટર જે એન પટેલ,એમ પી ઓ ના હરેશભાઈ પટેલ,અંકુર પટેલ , એમ પી ઓ ઇન્ચાર્જ સંદીપ પટેલ હેમંત પટેલ ,તેમજ તમામ એમ પી ઓ વિભાગ ના ઇન્ચાર્જ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા અને વિદાય સમારોહ યોજાયો હતો

Back to top button
error: Content is protected !!