
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
સાબરડેરી ખાતે પશુપાલકો નું આંદોલન ઉગ્ર બન્યું : પથ્થરમારા માં 6 જેટલા પશુપાલકો ઘાયલ,પોલીસ ધ્વારા ટિયર ગેસ છોડ્યા, સાબરડેરીના ગેટ પર તોડફોડ : પશુપાલકોનો આક્રોશ – 20 જેટલા પશુપાલકો ની અટકાયત
સાબરડેરીના સત્તાધીશો ક્યાં ગયા..? ચેરમેન અને ડિરેકટરો નું પેટનું પાણી પણ નથી હલતું – પશુપાલક
અરવલ્લી અને સાબરકાંઠા ના લાખો પશુપાલકો ને હવે સાબરડેરી છેતરતી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે પશુપાલકો ને ગાંધી ચિંધ્યા માર્ગ એ આંદોલન કરવાની નોબત આવી છે. છેલ્લા ચાર મહિના વીતવા આવ્યા પછી સાબરડેરી સામે રજૂઆતો કરી પશુ પાલકને ભાવફેર ચૂકવવામાં આવ્યો અને એમાં પણ ગત સરખામણી કરતા ઓછો ભાવફેર ચૂકવ્યો અને જેને લઇ પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે
પશુપાલકો એ આજે સાબરડેરી ખાતે આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી જેમાં સાબરડેરી ખાતે હજારોની સંખ્યામાં દેખાવો કર્યો હતો. ધીરે ધીરે આ આંદોલન ઉગ્ર બન્યું હતું અને પશુ પાલકો સાબરડેરીના ગેટ પાસે આવી હલ્લાબોલ કરી તોડફોડ કરી સૂત્રોચાર કર્યો હતો સાથે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ ધ્વારા પશુપાલકો પર લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી તો પોલીસ ની ગાડીઓના કાચ પણ પથ્થરમારામાં તૂટયા હતા ગેટ પર લગાવેલ CCTV ના કેમેરા પણ તુટ્યા છે ત્યારે હાલ ભાવફેર ને લઇ પશુપાલકો નું આંદોલન ઉગ્ર બન્યું છે છતાં સાબરડેરીના સત્તાધીશો નું પેટનું પાણી પણ હલતું ના હોય તેવો ઘાટ છે હાલ પશુ પાલકોમાં ભારે રોષ છે. રાતદિવસ મજૂરી વેઠી પોતાની મહેનતના રૂપિયા માટે આજે પશુપાલકો સાબરડેરી ના સત્તાધીશો પાસે ન્યાય માંગી રહ્યા છે. સાબરડેરી ખાતે ભેગા થયેલા પશુપાલકો માં ભારે રોષ છે અને જેને લઈ હાઈવે પણ બંધ થયો હતો. આ બાબતે ત્યાં ધારાસભ્ય ધવલસિંહ પણ હાજર હતા અને જે પશુપાલકો માં રોષ છે તેને લઈ તેમણે પશુપાલકો સામે સંવેદના દાખવી છે અને સાબરડેરીના સત્તાધીશોને વિનંતી કરી છે કે પશુપાલકો ની માંગ પૂરી કરવામાં આવે




