
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ.
અંજાર, તા-13 ડિસેમ્બર : રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કચ્છ જિલ્લાના ભચાઉ, અંજાર, ભુજ, માંડવી, નખત્રાણા ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મેળામાં અટલ ભુજલ યોજનાના તાલુકા દીઠ ૧ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. અટલ ભૂજલ યોજના અંગેના વિવિધ સાધનોના નિર્દેશન તેમજ પેમ્પલેટ દ્વારા આ યોજના હેઠળ થતી વિવિધ પ્રવૃત્તિઓથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. આ રવિ કૃષિ મહોત્સવમાં ડી.પી.એમ.યુ કચેરીના હાઈડ્રોલોજી નિષ્ણાંત, આઈ.ઈ.સી.નિષ્ણાંત તેમજ જૂનિયર જીઓલોજીસ્ટ તજજ્ઞો તેમજ ડી.આઈ.પી. સ્ટાફ તરફથી જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને એરીડ કમ્યુનિટિસ એન્ડ ટેક્નોલોજીસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.








