અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાનું ઝાલોદર ગામ જ્યો રસ્તા અને ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા, માત્ર 2 જ મહિનામાં ભ્રષ્ટાચાર નો પોપડો ફાટી નિકર્યો
મોડાસા તાલુકાનું એક એવું ગામ ક્યાં છે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે છે..અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ગામલોકોને સુવિધા આપવા માટે ગટર અને ડામર રસ્તો બનાવ્યો તો ખરો પણ તેમાં મસ્ત મજાનો ભ્રષ્ટાચાર પણ આચર્યો હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ સામે આવ્યો છે.વાત છે મોડાસા તાલુકાના ઝાલોદર ગામની.. ઝાલોદર ગામ થી વલ્લાવાંટા 10 ગામને જોડતો રસ્તો જે બે માસ અગાઉ ઝાલોદરથી વિષ્ણુપુરાકંપા સુધી લોકોની સુવિધા માટે બનાવ્યો હતો.પણ પ્રથમ વરસાદે બે જ માસમાં ડામર રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે તેમજ સીસીરોડની સાઈડમાં પૂરન કર્યું ન હોવાનું પણ સામે આવતા ડામર રોડના કામમાં આચરેલી ગેરરીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો જાણે કટકી કરી નાખીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા.સાથે બે માસ પહેલાં બનાવેલ ગટર પણ રસ્તામાં ગરકાવ થઈ જતા ગટર માત્ર બિલ મૂકવા અને દેખાવા પુરતી બનાવી હોય તેવું સામે આવતા ઝાલોદર ગ્રામજનોએ સરકારી બાબુઓ અને કોન્ટેક્ટરો પર આક્રોશ ઠાલવીને ઝાલોદર ગામમાં થયેલ કામમાં માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગતા રોષ વ્યક્ત કર્યો હતો.સાથે જણાવ્યું કે પ્રાથમિક શાળા આગળ પસાર થતા રસ્તા પર ખુલ્લી ગટરથી અને રસ્તા પર પડી ગયેલા મોટા ખાડાઓમાં વિધાર્થીઓને તેમજ વાહનચાલકોની અકસ્માત થવાની ભીતિ ને લઈને તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી હોવાના આક્ષેપો કરી રહ્યા હતા .સાથે રોડની કામગીરીની સાથે બનાવેલ પુલિયાની બંને સાઈડો પર ખુલ્લા સળિયા પણ અકસ્માત સર્જી શકે તેવી હાલતમાં હોવાનુ પણ જણાવતા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ગ્રામજનો કરી આક્રોશ ઠાલવ્યો હતો અને ઝાલોદર થયેલ રોડ,ગટર અને પુલની કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે