BANASKANTHADEODARGUJARAT

દિયોદર તાલુકાના ડુચકવાડાની આંગણવાડી કેન્દ્ર હવે બન્યા સ્માર્ટ 

દિયોદર તાલુકાના ડુચકવાડાની આંગણવાડી કેન્દ્ર હવે બન્યા સ્માર્ટ

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવ થરાદ જિલ્લાની આંગણવાડી કેન્દ્ર ને વધુ સુદૃઢ,સુરક્ષિત અને આધુનિક બનાવવા હેતુથી આંગણવાડી કેન્દ્ર ને નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં દિયોદર ઘટક 1 ના ડુચકવાડા આંગણવાડી કેન્દ્ર નંબર 3 માં રંગકામ તેમજ ભીંતચિત્રો સાથે આંગણવાડી કેન્દ્ર ને સ્વરછતા સાથે સ્માર્ટ બનાવવામાં આવી છે ….

વાવ થરાદ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે જેમાં મોટાભાગ ની આંગણવાડી કેન્દ્રો ને આ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે આ કેન્દ્રોમાં રંગકામ ,નાના મોટા સમારકામ ,અંદર બહાર ની સ્વરછતા અને સૌદર્યકરણની કામગીરી યુદ્ધ ના ધોરણે કરવામાં આવી રહી છે આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી આંગણવાડીઓનું ભૌતિક માળખું વધુ મજબૂત થયું છે ….

બીજી તરફ દિયોદર તાલુકાના ડુચકવાડા ગામલોકોએ પણ સરકાર ના આ ઝુંબેશ ને સારી ગણાવી છે જેમાં હવે ડુચકવાડા ગામની આંગણવાડી કેન્દ્ર સ્માર્ટ બની છે આંગણવાડી કેન્દ્ર માં ફરજ બજાવતા કેતનાબેન ગજ્જર તેમજ દેવિકાબેન બારોટ ની મહેનત થકી આ નાનકડી આંગણવાડી કેન્દ્રમાં અંદાજિત 40 થી વધુ બાળકો જોડાઈ શિક્ષણ મેળવી રહ્યાં છે આંગણવાડી કેન્દ્રમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા ,આકર્ષણ વોલ,પેઇન્ટિન ,પોષણ વાટિકા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે

Back to top button
error: Content is protected !!