અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના જીતપુર અને સુરપુરના ખેડૂતો નો રોષ,રેલવે વિભાગે ખેડૂતોની જમીન લીધી પણ ખેતરનો રસ્તો ના આપ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઈન પસાર થઈ રહી છે આ રેલ્વે લાઈનમાં ખેડૂતોએ પોતાની કીમતી જમીનો સંપાદનમાં આપી છે પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે રવિ સિઝનમાં પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ ઉભો થયો છે એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાયની માગણી કરી રહ્યા છે
દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માગણી કરી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલ્વે લાઈન પસાર થઈ રહી છે આ રેલ્વે લાઈનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે વિકાસના આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી રેલવે લાઇન પસાર તો થઈ પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે હાલ આ રેલ્વે લાઈન ની આસપાસ 128 વીઘા જમીન આવેલી છે જેની અંદર 25 થી વધુ ખેડૂતોએ ઘઉં મકાઈ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાક તૈયાર થઈ ચૂક્યો છે તેવામાં હવે રસ્તો નહીં હોવાના કારણે આ પાક કેવી રીતે ઘર સુધી લઈ જવો તે મોટી સમસ્યા છે.ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજદિન સુધી આ ખેડૂતોના પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઈને ખેડૂતો રોસે ભરાયા છે અને આવનારા દિવસોમાં રસ્તા નો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીમકી આ ખેડૂતોએ ઉચ્ચારી છે ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માંગણી કરી રહ્યા છે