
ભારત બંધના એલાનને નર્મદામાં સર્વત્ર સમર્થન, મુખ્ય મથક રાજપીપલા સહિત સમગ્ર જિલ્લામાં વેપારીઓએ બંધ પાડ્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
નામ. સુપ્રિમ કોર્ટના અનુસુચિત જાતિ અને જનજાતિ ને આપવામાં આવેલ આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે ૨૧ ઓગસ્ટના દેશભરમાં નેશનલ કોનફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન NACDAOR દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભારત બંધ નુ એલાન આજરોજ અપાયુ હતું જેના ઘેરા પ્રત્યાઘાતો આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં જોવા મળ્યા હતા. ભારત બંધના એલાનને નર્મદા જિલ્લામાં સમર્થન મળ્યું હતું
આજે ભારત બંધના એલાનને નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સમર્થન મળ્યું તેમ કહી શકાય જિલ્લાના ડેડીયાપાડા સાગબારા તિલકવાડા કેવડિયા સહિત સજ્જડ બંધ જોવા મળ્યા હતા જ્યારે મુખ્યમથક રાજપીપળામાં સવારે બંધની મિશ્ર અસર જોવા મળી હતી પરંતુ આદિવાસી આગેવાનોએ બજારમાં નીકળીને વેપારીઓને બંધ પાડી સમર્થન આપવા વિનંતી કરતા રાજપીપળા ના બજારો પણ બંધ થયા હતા
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો રાજપીપળા ટાઉન પીઆઇ સહિત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં રાજપીપળામાં ભારત બંધની અસર જોવા મળી હતી
સમગ્ર મુદ્દે આદિવાસી નેતા અને આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીનગર ખાતેથી પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટ 2024 ના રોજ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડ તેમજ 7 જજોની બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ ને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજય સરકારો ને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો. જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્યતા ફેલાવાનું કામ થશે.નામ સુપ્રિમ કોર્ટના આ ચુકાદા મુળ સંવિધાનના ઉલ્લઘન થાય છે.સંવિધાન ની ધારા 341 તથા 342 મુળ સિદ્ધાંતો માં ઘટાડો કે વધારો કારવાની અધિકાર માન. રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામ. સુપ્રિમ કોર્ટ ના આ અધિકાર રાજ્ય સરકાર ને આપવાના ગેરસંવિધાનિક નિર્ણય ને લઇને સમગ્ર દેશના SC-ST ના સામાજીક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધ ને એલાન આપવામાં આવ્યું. જેને લઇ ગુજરાતના તમામ સામાજીક-રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથે ની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાત માથી અમે સૌ લોકો એ સમર્થન જાહેર કરી અંબાજી થી ઉમરગામ સુધી ના આદિવાસી વિસ્તારો ને બંધ પાળવાનું આહવાન કર્યું.જેને પગલે આજે અંબાજી થી લઇ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય-વર્ગ ના લોકો એ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિત ના બજારો એ સજ્જડ પાડી સમર્થન કર્યું છે.





