વાવ – થરાદ જિલ્લા મેજિસ્ટ્રેશ્રીનું જાહેરનામું: ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસને પગલે નાણી એરફોર્સ સ્ટેશન વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર*
*વાવ – થરાદ જિલ્લા મેજિસ્ટ્રેશ્રીનું જાહેરનામું: ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે*
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
આગામી તા. ૩૧/૦૩/૨૦૨૬ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી લાખણી તાલુકાના નાણી ગામની મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રી ‘ઝેડ પ્લસ + એસપીજી’ સુરક્ષા કવચ ધરાવતા હોવાથી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને વાવ-થરાદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.એસ. પ્રજાપતિ (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, લાખણી તાલુકાના નાણી એરફોર્સ સ્ટેશનના સમગ્ર વિસ્તારને તા. ૩૦/૦૩/૨૦૨૬ના રોજ ૦૦:૦૦ કલાકથી તા. ૩૧/૦૩/૨૦૨૬ના ૨૪:૦૦ કલાક સુધી ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના માનવ રહિત કે માનવ સંચાલિત નાના વિમાન, ડ્રોન અથવા અન્ય સંસાધનોના ઉપયોગ પર સખત પ્રતિબંધ રહેશે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશના અમલીકરણ અને ફરિયાદ દાખલ કરવા માટે હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે





