BANASKANTHAGUJARATKANKREJ

તાણામા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વાર્ષિક રાષ્ટ્ર સંસ્કારોત્સવ યોજાયો.

તાણામા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વાર્ષિક રાષ્ટ્ર સંસ્કારોત્સવ યોજાયો.

તાણામા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વાર્ષિક રાષ્ટ્ર સંસ્કારોત્સવ યોજાયો.

ઓગડ તાલુકાના તાણા શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે શ્રી સરસ્વતી શિશુ વાટિકા કક્ષા-૪ અને ૯ ના વિધાર્થીનો વાર્ષિક રાષ્ટ્ર સંસ્કારોત્સવ ૨૨ મી માર્ચ ૨૦૨૬ને રવિવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે એ.પી.સી.સી.થરા ના ડિરેક્ટર કરશનભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને,દાનાભાઈ પટેલ,ચાંગા પ્રા.શાળાના નિવૃત આચાર્ય સવગીરી ગોસ્વામી, વકીલ રાજુભાઈ બારોટ, વિજયભાઈ સોની,મામલતદાર ઓફિસ દીઓદરના રેવન્યુ ક્લાર્ક જોષી મેહુલભાઈ કાશીરામભાઈ, રઘુભાઈ મકવાણા,દલપતભાઈ દરજી, નિરંજનભાઈ સોની ના અતિથિ વિશેષપદે રાષ્ટ્ર સંસ્કારોત્સવ યોજાયો હતો. પ્રાર્થના,રાસ ગરબા,દેશભક્તિ ગીત,નાટક સહીત સાહસિક કાર્યક્રમો વગેરે કૃતિઓ બાળકોએ રજુ કરેલ. પધારનાર મહેમાનોનું બાલિકાઓએ સ્વાગતગીત દ્વારા જયારે ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઠક્કર સહીત ટ્રસ્ટીગણે ગૌ મૈયા ની મૂર્તિ આપી સન્માન કર્યું હતું. ખારિયા પે.કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ એ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે શ્રી સરસ્વતી શિશુ મંદિર ના દીદીઓ-ગુરૂજી ઓ વિધાર્થીઓની અભ્યાસની કાળજી રાખી સારૂ શિક્ષણ આપી ઉચ્ચ સ્તરે મોકલે છે.આ શાળામાં અભ્યાસ કરી સારી પોસ્ટ મેળવેલ વિધાર્થીઓનું આજે સન્માન થઈ રહ્યું છે જે આપ સર્વે જોઈ રહ્યા છો.આ શાળામાં અભ્યાસ કરી વિવિધ જગ્યાએ સેવા આપતા તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિધાર્થીઓ વિપુલ મહેશ્વરી, પરેશ ચૌધરી,રજત ઠક્કર,યશ વ્યાસ ને વિદ્યાની દેવી માઁ સરસ્વતીની મૂર્તિ આપી સન્માન કરતા અનેરો આનંદ છવાયો હતો.સુખદેવસિંહ સોઢા, હીરાબા જોષી,ઊણ સી.આર. સી.જલાભાઈ દેસાઈ, અશોકભાઈ પઢીયાર, રાજેશકુમાર અખાણી પાટણ, રાજુભાઈ મહેશ્વરી મોન્ટુ જનરલ,તાણા પૂર્વસરપંચ દશરથભાઈ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં શિક્ષક વર્ગ, વાલીગણ,વિદ્યાર્થી ભાઈઓ -બહેનો હાજર રહ્યા હતા.સ્ટેજ સંચાલન જોષી નિયતિબેન દીપકભાઈ,દશરથભાઈ નાઈ એ જયારે આભારવિધિ સુરેશભાઈ ઠકકરે કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!