
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર મુકામે આવેલ મદ્રશ એ ગૌસીયાના બાળકોનો વાર્ષિક સ્ટેજ પ્રોગ્રામ nu આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં મદ્રશ એ ગૌસીયા માં પઢતા ૧૩૦ બાળકોનો સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મદ્રેસામાં પઢતા બાળકો તેમજ બાળકીઓ દ્વારા સ્ટેજ ઉપર કુરાને શરીફની તિલાવત તેમજ નાતે પાક પઢી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ કાર્યક્રમ માં મદ્રશ એ ગૌસીયા માં કુરાને શરીફ પઢતા હોય તેમજ કુરાન શરીફ ની અરબી ભાષા ની દીની તાલીમ લેતા બાળકો ને ટ્રોફી તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રામમાં શિનોર ગામના આગેવાનો યુવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જ્યારે આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં બાઈટ – મૌલાના મકબુલહુસેન તેમજ તમામ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી.






