AHAVADANGGUJARAT

એક્શન…આહવાના પ્રાંત અઘિકારી દ્વારા મઘ્યાહન ભોજન યોજનાનાં નવા સંચાલકોની નિમણુંક હાલ પૂરતી મોફુક કરી તપાસ હાથ ધરી.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ તાજેતરમાં થયેલી ભરતી પ્રકિયા વિવાદમાં સપડાઈ છે.આ ભરતીમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનાં અને પારદર્શીતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા હતા.સાથે આ ભરતીમાં સગાવાદનો આક્ષેપ કરી વઘઇ મામલતદારને લેખિતમાં અરજ ગુજારી ન્યાયની માંગણી કરાઈ હતી.જેના અખબારી અહેવાલો આજરોજ પ્રસિદ્ધ થતા જિલ્લા વહીવટી તંત્રની ટીમ હરકતમાં આવી છે.ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ડોકપાતળ, ચિકાર, દગડપાડા, અને બોરીગાંવઠા ગામોમા મઘ્યાહન ભોજન યોજનાના સંચાલકની ભરતીમા કથિત ગેરીરીતિ થયા અંગેના સમાચાર અંગે ડાંગ જિલ્લા પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે.પ્રાંત કચેરીની એક અખબારી યાદીમા જણાવાયા મુજબ આ બાબતે પ્રાંત કચેરીને કુલ-૬ જેટલી ફરિયાદ/વાંઘા અરજીઓ મળવા પામી છે. જેને લઈને સદરહુ ગામોમા મઘ્યાહન ભોજન સંચાલકની ભરતી, સને ૨૦૨૫/૨૬ અંતર્ગત નિમણૂંક આપેલા સંચાલકોને આપવામા આવેલી નિમણૂંક હાલ પૂરતી મોકુફ રાખવામા આવી છે. જ્યારે ઉક્ત કેન્દ્રોનો ચાર્જ નજીકના મઘ્યાહન ભોજન સંચાલકને સોંપવા જરૂરી સૂચનાઓ આપવામા આવી છે.આ બાબતે અરજદારોની રજુઆત પરત્વે જરૂરી હકીકતલક્ષી નિયમોનુસારની તપાસ પણ હાથ ધરવામા આવી છે. તપાસના અંતે ન્યાયના હિતમા નિયમોનુસારની કાર્યવાહી કરવામા આવશે. જે અંગેની જાણ જાહેર જનતાને કરવામા આવી છે

Back to top button
error: Content is protected !!