અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોડાસા શહેરના ઓધારી તળાવ ખાતેથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ
સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગસ્ટની આન- બાન- શાન સમા તિરંગાને લહેરાવી રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે દેશ ભક્તો એ ઉજવણીનો દોર શરૂ કરી દીધો છે ત્યારે,રાષ્ટ્રભાવના જગાડવા આજે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોડાસા શહેરના ઓધારી તળાવ ખાતેથી હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર,સાંસદ શોભના બેન, અરવલ્લીજિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસવડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ આ “હર ઘર તિરંગા અભિયાન”માં જોડાઇ રાષ્ટ્રીય પર્વની રંગે ચંગે ઉજવણી કરી હતી.




